મહેસાણા ખાતે આવેલ અર્બન બેંક માં વિશ્વ યોગ દિવસે કાર્યક્રમ યોજાઈ ગયો.
મહેસાણા ખાતે આવેલ અર્બન બેંક માં વિશ્વ યોગ દિવસે કાર્યક્રમ યોજાઈ ગયો. જેમાં બ્રહ્માકુમારી સરલાબેને તેમજ બ્રહ્માકુમારી ધાર બેને યોગ વિશેની સમજુતી આપી હતી તથા યોગાચાર્ય માલતી મનહરભાઈ પટેલે યોગાસનો કરાવી સૌને હળવાફૂલ બનાવ્યા હતા. આ પ્રસંગે બેંકના સ્થાપક ચેરમેન ચંદુભાઇ આઈ. પટેલ, ચેરમેન જી.કે.પટેલ, વાઇસ ચેરમેન કે.કે.પટેલ, એમ.ડી. ખોડાભાઇ પટેલ, ડિરેક્ટર નરસિંહભાઈ ટી પટેલ, બાબુભાઈ પટેલ, રામભાઈ પટેલ, સીઈઓ વિનુભાઈ પટેલ, બેંકના વકીલ મનહરભાઈ એમ પટેલ તથા મહેસાણા શહેરની તમામ શાખાઓના આસીસ્ટન્ટ જનરલ મેનેજર, બ્રાન્ચ મેનેજર, મેનેજર, અધિકારી અને કર્મચારી સહિત ૨૦૦ જેટલી આત્માઓએ લાભ લીધો.